National Education Policy, NEP 2020
અત્યાર સુધી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986 મુજબ શિક્ષણ વ્યવસ્થા આયોજિત છે. તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ રજુ કરવામાં આવી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ નું ગુજરાતી અનુવાદ ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સસ્થાન, ગાંધીનગર (IITE) દ્વારા કરવામાં આવ્યું છે. આ ગુજરાતી સંસ્કરણ નો હેતુ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ ને સરળ ભાષામાં જન સુલભ બનાવવાનો છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ નાં અંગ્રેજી સંસ્કરણને અનુસરવામાં આવ્યું છે. નીતિના કોઈપણ મુદ્દાની સઘન સમજ માટે ભારત સરકાર દ્વારા પ્રકાશિત હિન્દી અથવા અંગ્રેજી સંસ્કરણનો સંદર્ભ લેવો.
આ ઉપરાંત રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ અને તેના અગત્યના મુદ્દા નીચે મુજબ છે.
- તમામ વિદ્યાર્થીઓને ધોરણ ૩ સુધીમાં મૂળભૂત સાક્ષરતા અને સંખ્યાગ્યાન પ્રાપ્ત થાય તે બાબતને પ્રાથમિકતા આપવી.
- ગોખણીયા અને પરીક્ષાલક્ષી અધ્યયનને બદલે સંકલ્પનાત્મક સમજ પર ભાર મુકવો.
- અધ્યયન - અધ્યાપનના કાર્યમાં બહુભાષીતા અને ભાષાની ભૂમિકાને પ્રોત્સાહન આપવું.
- શિક્ષણનું માળખું નીચે મુજબનું છે.....
- પ્રથમ ૩ થી ૬ વર્ષ આંગણવાડી/ બાલવાટિકા પૂર્વ પ્રાથમિક શિક્ષણ
- ૬ થી ૮ વર્ષ ધિરાણ ૧ અને ૨
- ૮ થી ૧૧ વર્ષ ધોરણ ૩ થી ૫ પ્રારંભિક શિક્ષણ
- ૧૧ થી ૧૪ વર્ષ ધોરણ ૬ થી ૮ ઉચ્ચ પ્રાથમિક
- ૧૪ થી ૧૮ વર્ષ ધોરણ ૯ થી ૧૨ માધ્યમિક શિક્ષણ
0 Comments